ઘણીવાર આપણે સાપથી દૂર થઈ જઈએ છીએ જેથી તે આપણને નુકસાન ન પહોંચાડે, પરંતુ શું તમે ક્યારેય એવો વીડિયો જોયો છે જેમાં સાપ નાના બાળકથી પોતાનો જીવ બચાવતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નીડર બાળક રસ્તા પર સાપની પૂંછડી પકડીને તેની સાથે રમી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે જ ત્યાં ઊભેલું એક બાળક સાપની પૂંછડી પકડીને તેની સાથે રમી રહ્યો છે.
સાપને જોઈને એવું લાગે છે કે તે ત્યાંથી જીવ બચાવીને ભાગવા માંગે છે, પરંતુ બાળક પણ તેનો પીછો છોડતો નથી. એકવાર બાળક તે સાપની પૂંછડી છોડે છે અને થોડીવાર પછી તેને ફરીથી પકડી લે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, અને તેને અત્યાર સુધીમાં 600થી વધુ યુઝર્સ જોઈ ચૂક્યા છે. નજીકમાં ઉભેલા કૂતરાને પણ સાપનો ડર લાગે છે પરંતુ નીડર બાળક સતત સાપ સાથે રમતું રહે છે.